Shree Nimbja Shilp
આ બ્લૉગ શોધો
શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013
બુધવાર, 14 ડિસેમ્બર, 2011
સોમવાર, 14 નવેમ્બર, 2011
સોમવાર, 7 નવેમ્બર, 2011
બુધવાર, 20 એપ્રિલ, 2011
મંગળવાર, 14 ડિસેમ્બર, 2010
Shree Nimbja Shilp
Welcome to the world of classical Indian Architecture. Temple construction is basically depends
on Vastu Shilp Shastra and without using steel reinforcement. In the western part of India Sompura families are involved in traditional Temple construction, Palaces, Step Wells, Forts, and also preserving the typical art of Vastu Shilp Shastra (the construction manual of ancient Indian Architecture) since the centuries. Shree Nimbja Shilp is one them from Sompura families.
Shree nimbja shilp is engaged in temple construction industry. We provide temple architecture
and construction services with following the norms of ancient vastu shilp shastra. ( followed by Aparajit, Xiranav, Diparnav, JayPruchha, Prasad Mandan, Shilp Ratanakar, Maymat and puranos ect.) With the calculation such as Aay, Nakshatra, Directions, Vyay etc. and followed vastu-shilp norms from the beginning of the temple i.e. Shila Ropan to end of temple construction i.e. Pratistha pooja. Our specialty is not only in Vastu base designing but also carving, fitting and finishing in stone, marble or granite and without using steel reinforcement to built Indian typical temple, that means we offered full solution of Temple construction.
shree nimbja shilp manufactured custom made stone, marble interior decorative articles and
garden ornamental artifacts. We have a state of the art computerize design facility which can provides services like 3D walkthrough of temple and other construction projects. Providing Vastu shilp remedies for temple projects, home, commercial and industrial projects also.
somnath mahima
ભગવાન શીવજીનો જન્મદિવસ શીવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. વર્ષની ફાગણ વદની (ફેબ્રુઆરી અને માર્ચ્) છ રાત્રીઓ દરમિયાન ઉજવવામાં આવે છે. મહાશીવરાત્રીની રાત્રીએ ભગવાન શીવજી તાંડવ નૃત્ય કરે છે. પૌરાણીક કથાઓ અનુસાર આ નૃત્ય ભગવાન શીવજીએ ‘પાર્વતીજી’ સાથે લગ્ન કરેલા ત્યારે આ શીવરાત્રીનું પર્વ ઉજવાયું હતું. ગુજરાતના તમામ સ્થળોએ ‘મહાશીવરાત્રી’ નું પર્વ ખૂબ જ હર્ષ - ઉલ્લાસ સાથે ઉજવાય છે. ભગવાન શીવજીની અર્ચના-પૂજન દૂધના અભિષેક અને બિલિપત્રના ત્રિદલ - પર્ણોને અર્પણ કરી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને રાત્રી જાગરણ કરી શીવભક્તિ તન્મય બને છે.
ભારતભરનાં મંદિરો ૩૦ લાખથી પણ વધુ શીવજીના પ્રતીકાત્મક સ્વરૂપ ‘લીંગ’ ના સ્વરૂપો સ્થપાયેલા છે. તમામ લીંગ સ્વરૂપે શીવજી બિરાજમાન હોય છે. શીવજીના મુખ્ય બાર જ્યોર્તિલીંગો ભારતભરમાં આવેલાં છે. તેના દર્શન પૂજનથી માનવીના છેલ્લા સાત જન્મોના પાપો બળી ભસ્મ થાય છે અને નિર્મળ અને નિષ્પાપ બની ધન્યતા અનુભવે છે.
બાર જ્યોર્તિલીંગોમાંથી પ્રથમ જ્યોર્તિલીંગ ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વેરાવળ સ્થિત સોમનાથ મંદિર આવેલું છે. ધાર્મિક યાત્રાળુ માટે સોમનાથ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ ભગવાન એટલે ચંદ્રના નાથ.
ભગવાન શીવજીનું મંદિર સોમનાથ તેની ભવ્યતા અને સમૃદ્ધિ માટે વિશ્વમાં સૈકાઓથી પ્રચલીત છે. મોગલ સમ્રાટોએ સોમનાથ પર છ-છ વાર ચઢાઇ કરી તેનો વિધ્વંશ કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ દરેક વિધ્વંશ બાદ તેનું નિર્માણ થતું રહ્યું. આજે શીવજીના મંદિર એવા સોમનાથ તેની ભવ્યતા, અખંડિતતા અને આસ્થાના કેન્દ્ર તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે.
સોમનાથ મંદિરનું સ્થાપત્ય વિજ્ઞાન અને સ્થાપત્યકળાનો સમન્વય છે. સોમાનાથ મંદિર સંકુલમાં નકશીકામ - કોતરણીકામના બેનમૂન સ્થાપત્યો તેમજ નિર્માણ કાર્યો જોવા મળે છે. ગુજરાતમાં સલાહ કામગીરીમાં નિપૂણતા ધરાવતા ‘સોમપુરા’ જ્ઞાતિબંધુઓએ આ મંદિરના સ્થાપત્યકળામાં તેમનું કૌવત બનાવ્યું છે.
શીવરાત્રીની ઊજવણી વખતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ આવે છે. અહીં મુખ્ય તહેવાર ‘મહાશીવરાત્રી’ નો ઉજવાય છે. તેનું આયોજન રાજ્ય સરકાર આ સમયગાળા દરમિયાન કચ્છ રણ ઉત્સવની સાથે કરે છે. આ ઉપરાંત કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં ‘સોમનાથ’ ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. (ન્વે. - ડિસે.) આ ઉપરાંત ‘શીવરાત્રી’ પર્વની ઊજવણી ‘ભવનાથ’ મહાદેવ ખાતે કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શીવજીનું ભવ્ય શીવમંદિર ખાતે મહાશીવરાત્રી પર્વના પાંચ દિવસ મેળો ભરાય છે.
‘ભવનાથ’ ખાતે પવિત્ર મૃગકુંડમાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી નિષ્પાપ બને છે. હજારોની સંખ્યામાં આ પવિત્ર સ્થાનમાં દર્શન માટે યાત્રીઓ આવે છે. મહાશીવરાત્રીના મહાસ્નાન બાદ મહાપૂજાની ભવ્ય યાત્રા નીકળે છે. જેમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ, નાગા બાવાઓ, ભજન મંડળીઓ, સાધુ-સંતો અને નગરજનો જોડાય છે. અહીં સૌથી ધ્યાનાકર્ષક અને રોમાંચનો અનુભવ કરાવતી ઘટના એ નાગાબાવાઓના મુખ્ય મહંતની હાથી પર નીકળતી સવારી અને તેની પાછળ ધજાપતાકાઓ સાથે તેના અનુયાયીઓ નિહાળવાનો લાહવો અલૌકીક હોય છે. આ મેળામાં ભવાઇ, રાસગરબા, ડાયરો વગેરેની જમાવટ યાત્રાળુને આકર્ષિત કરે છે.

samaj
સોમપુરા સમાજ
-----------------------------
તે બ્રાહ્મણોનાં પુત્રે-શિલ્પશાસ્ત્રને જણનારા ઘણી
પૂજાથી પૂજાયાને ધર્મને વિશે-શીલ-આચાર-
પરયણ- સોમવલીનું પાન કરનારા શંકરના પૂજનને
વિશે પરાયણ ષટકર્મને કરવાવાળા સૌરાષ્ટ્ર દેશને વિશે
વાસ કરનારા સોમપુરા બ્રાહ્મણ થયા (૯-૧૦)
(સ્કંદપુરાણના સોમ મહાત્મ્યના સોમ રાજયજ્ઞ મહોત્સવનો ૬ અધ્યાયનો સ્લોક નં ૯ અને ૧૦ ‘‘ સોમ મહાત્મ્ય ’’ લેખક શ્રી ભગવાનજી દવે )
સ્કંન્દપુરાણ્ના ઉપરોક્ત શ્લોકથી એવું પ્રમાણીત થાય છે કે આપણા પુરોગામીઓ ચન્દ્રલોક્ના વતની હતા. સોમ એટલે ચન્દ્ર અને ત્યાંના વસવાટ કરનારા એટલે સોમપુરા.
બ્રહ્માજીનાં પુત્ર વિશ્વકર્મા હિંદુઓના પવિત્ર શિલ્પ સ્થાપત્ય કલાના દાતા ગણાય છે. એમને ચાર પુત્રો હતા. જેનાં નામો જય, મય, ત્વસ્થ અને અપરાજીત સોમપુરા જ્ઞાતિના પિતા ગણાય છે.
ચન્દ્રદેવે ૨૭ સુંદરીઓ સાથે લગ્ન કર્યા હતા. આ બધી સુંદરીઓ હિમાલય પર્વતના રાજા દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. આ બધી સુંદરીઓ સાથે ચન્દ્રદેવને રોહિણી પરત્વે વધુ પક્ષપાત હતો, એથી દક્ષ પ્રજાપતિએ તેને વિલય થવાનો શ્રાપ આપ્યો. ચન્દ્રદેવે આ અંગે બ્રહ્માને ફરિયાદ કરી કે જો આમ થશે તો મૃત્યુલોકમાં અંધકાર વ્યાપતા ગભારાટ ફેલાઇ જશે. આથી બ્રહ્માએ તેને ચન્દ્રલોકનો ત્યાગ કરી પ્રભાસમાં વશીને ભગવાન શંકરની આરાધના કરવાનું સુચવ્યું. આથી ચન્દ્રદેવે નગર રચવાનું કામ કરતા બ્રાહ્મણોને લઇ પ્રભાસ પાટણ આવીને રહ્યા અને શંકરનું એક ભવ્ય મંદીર બાંધ્યું. ત્યારથી ચન્દ્રે સોમપુરાઓને પોતાની સાથેજ પ્રુથ્વી ઉપર રહેવા જણાવ્યું. મંદિરનંં બાંધકામ કાર્ય પૂર્ણ થતાં ચન્દ્રલોકમાંથી પ્રતિષ્ઠા માટે બ્રાહ્મણોને બોલાવ્યા. કાળક્રમે આ બ્રાહ્મણોમાંથી પૂજા અને ક્રિયાકાંડ કરવામાં રહ્યા તે વર્ગ અલગ રહ્યો અને બીજો વર્ગ શિલ્પીઓનો થયો. આમ ક્રિયાકાંડ કરનારને પ્રભાસમાં યજ્ઞયાગ ધર્મક્રિયાઓ વગેરે કરવાનો અધિકાર શંકરે આપ્યો અને યજમાન વૃતિથી નિર્વાહ કરવાનું કહ્યું અને બીજા વર્ગે સ્થાપત્યનું કામ કરવા માંડ્યું.
આમ ગુજરાતની જ્ઞાતિઓનો ઇતિહાસ તપાસતાં ભૌગોલિક નામથી અનેક જ્ઞાતિઓ થયેલ છે, પરંતુ જ્ઞાતિને નામ આપનારા સ્થળો કંઇક અંશે સંસ્કારિતાનાં કેન્દ્ર જેવા છે.
જ્ઞાતિઓનાં ઇતિહાસમાં, સોમપુરા બ્રાહ્મણ એક અગત્યનું સ્થાન ધરાવે છે અને તેઓએ સોમનાથ પાટણનું સોમપુર ગામ પોતાના નામમાં સાચવી રાખ્યું છે. વળી આ જ્ઞાતિએ ગુજરાત અને દેશ પરદેશને ઉતમ શિલ્પીઓ આપ્યા છે. આ શિલ્પીઓની જ્ઞાતિ સોમનાથ પાટણમાં ઉદભવ પામી છે એ ઉપરથી ગુજરાતમાં એક સમયે શિલ્પ બાંધકામનું મોટામાં મોટુ કેન્દ્ર સોમનાથ પાટણ હશે એ માન્યતાને સમર્થન મળે છે.
મુસ્લિમ સમયમાં શિલ્પ બાંધકામની પ્રવૃતિઓ બંધ થઈ ત્યારે આ જ્ઞાતિઓનાં લોકો સોરઠ, ગુજરાત, કચ્છ, મારવાડ, મેવાડ, માળવા વગેરે સ્થળોએ જઇ વસ્યાનું પ્રમાણ છે. આજે પણ શિલ્પશાસ્ત્રનું સાચું અને શસ્ત્રીય જ્ઞાન સોમપુરા પસે જ છે.
આ રીતે પ્રભાસ પાટણથી સ્થળાંતર થયેલ સોમપુરા ઐતિહાસિક માન્યતા પ્રમાણે પ્રથમથી જ કચ્છ દેશ ગયાનું સમર્થન મળતું નથી. પરંતુ ગુજરત મધ્યે લાલપુર નામનાં ગામમાંથી મુસ્લિમ બદશાહ સાથે ઘેરા યુધ્ધ થવાથી કેટલાંક સોમપુરા બ્રાહ્મણોએ કચ્છમાં સ્થળાંતર કર્યાનું પ્રમાણ મળે છે. જેમાં વશિષ્ટ ગોત્રવાળા ભુજવાસી લાલપુરા ભાયતોનાં કુળદેવી ચક્રેશ્વરીમાતાનું સ્થાનક એ મુળભૂત પ્રમાણ છે. આ ઉપરાંત ગૌતમ ગોત્ર, શાંડિલ્ય ગોત્ર, વાળાનાં ભાયાતો ભુજમાં, પારાસર ગોત્રના ભાયાતો સાભરાઇ મધ્યે અને વચ્છસ ગોત્રનાં ભાયાતો તેરા મુકામે સ્થાયી થયેલા છે.
આપણાં વડવાઓનો ઇતિહાસ તપાસતાં એવું ફલિત થયું છે કે મહારાજાઓ અને અંગ્રેજોનો શાસન કાળ દરમ્યાન શિલ્પ સ્થાપત્યની ભવ્ય ઇમારતોનાં ભાંધકામ અર્થે વડોદરા, પાલીતાણા, ધ્રાંગધ્રા, વઢવાણ, હળવદ વગેરે સ્થળોએ સ્થાયી થયેલ છે, અને ત્યારબાદ ઉત્તેજનના અભાવે અને ઉત્તમ શિલ્પશાસ્ત્રની પ્રવૃત્તિઓ બંધ પડવાથી હાલનાં સમયમાં સોમપુરા જ્ઞાતિજનો નોકરી અર્થે કે બીજા અન્ય ધંધા ઉધ્યોગ અર્થે મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત, પાલીતાણા, ઉદેપુર, દિલ્હી, કચ્છ તથા વિદેશમાં પણ વસ્યા છે.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)