આ બ્લૉગ શોધો

મંગળવાર, 14 ડિસેમ્બર, 2010

samaj

સોમપુરા સમાજ
-----------------------------

તે બ્રાહ્મણોનાં પુત્રે-શિલ્પશાસ્ત્રને જણનારા ઘણી
પૂજાથી પૂજાયાને ધર્મને વિશે-શીલ-આચાર-
પરયણ- સોમવલીનું પાન કરનારા શંકરના પૂજનને
વિશે પરાયણ ષટકર્મને કરવાવાળા સૌરાષ્ટ્ર દેશને વિશે
વાસ કરનારા સોમપુરા બ્રાહ્મણ થયા (૯-૧૦)

(સ્કંદપુરાણના સોમ મહાત્મ્યના સોમ રાજયજ્ઞ મહોત્સવનો ૬ અધ્યાયનો સ્લોક નં ૯ અને ૧૦ ‘‘ સોમ મહાત્મ્ય ’’ લેખક શ્રી ભગવાનજી દવે )

સ્કંન્દપુરાણ્ના ઉપરોક્ત શ્લોકથી એવું પ્રમાણીત થાય છે કે આપણા પુરોગામીઓ ચન્દ્રલોક્ના વતની હતા. સોમ એટલે ચન્દ્ર અને ત્યાંના વસવાટ કરનારા એટલે સોમપુરા.
બ્રહ્માજીનાં પુત્ર વિશ્વકર્મા હિંદુઓના પવિત્ર શિલ્પ સ્થાપત્ય કલાના દાતા ગણાય છે. એમને ચાર પુત્રો હતા. જેનાં નામો જય, મય, ત્વસ્થ અને અપરાજીત સોમપુરા જ્ઞાતિના પિતા ગણાય છે.
ચન્દ્રદેવે ૨૭ સુંદરીઓ સાથે લગ્ન કર્યા હતા. આ બધી સુંદરીઓ હિમાલય પર્વતના રાજા દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. આ બધી સુંદરીઓ સાથે ચન્દ્રદેવને રોહિણી પરત્વે વધુ પક્ષપાત હતો, એથી દક્ષ પ્રજાપતિએ તેને વિલય થવાનો શ્રાપ આપ્યો. ચન્દ્રદેવે આ અંગે બ્રહ્માને ફરિયાદ કરી કે જો આમ થશે તો મૃત્યુલોકમાં અંધકાર વ્યાપતા ગભારાટ ફેલાઇ જશે. આથી બ્રહ્માએ તેને ચન્દ્રલોકનો ત્યાગ કરી પ્રભાસમાં વશીને ભગવાન શંકરની આરાધના કરવાનું સુચવ્યું. આથી ચન્દ્રદેવે નગર રચવાનું કામ કરતા બ્રાહ્મણોને લઇ પ્રભાસ પાટણ આવીને રહ્યા અને શંકરનું એક ભવ્ય મંદીર બાંધ્યું. ત્યારથી ચન્દ્રે સોમપુરાઓને પોતાની સાથેજ પ્રુથ્વી ઉપર રહેવા જણાવ્યું. મંદિરનંં બાંધકામ કાર્ય પૂર્ણ થતાં ચન્દ્રલોકમાંથી પ્રતિષ્ઠા માટે બ્રાહ્મણોને બોલાવ્યા. કાળક્રમે આ બ્રાહ્મણોમાંથી પૂજા અને ક્રિયાકાંડ કરવામાં રહ્યા તે વર્ગ અલગ રહ્યો અને બીજો વર્ગ શિલ્પીઓનો થયો. આમ ક્રિયાકાંડ કરનારને પ્રભાસમાં યજ્ઞયાગ ધર્મક્રિયાઓ વગેરે કરવાનો અધિકાર શંકરે આપ્યો અને યજમાન વૃતિથી નિર્વાહ કરવાનું કહ્યું અને બીજા વર્ગે સ્થાપત્યનું કામ કરવા માંડ્યું.
આમ ગુજરાતની જ્ઞાતિઓનો ઇતિહાસ તપાસતાં ભૌગોલિક નામથી અનેક જ્ઞાતિઓ થયેલ છે, પરંતુ જ્ઞાતિને નામ આપનારા સ્થળો કંઇક અંશે સંસ્કારિતાનાં કેન્દ્ર જેવા છે.
જ્ઞાતિઓનાં ઇતિહાસમાં, સોમપુરા બ્રાહ્મણ એક અગત્યનું સ્થાન ધરાવે છે અને તેઓએ સોમનાથ પાટણનું સોમપુર ગામ પોતાના નામમાં સાચવી રાખ્યું છે. વળી આ જ્ઞાતિએ ગુજરાત અને દેશ પરદેશને ઉતમ શિલ્પીઓ આપ્યા છે. આ શિલ્પીઓની જ્ઞાતિ સોમનાથ પાટણમાં ઉદભવ પામી છે એ ઉપરથી ગુજરાતમાં એક સમયે શિલ્પ બાંધકામનું મોટામાં મોટુ કેન્દ્ર સોમનાથ પાટણ હશે એ માન્યતાને સમર્થન મળે છે.
મુસ્લિમ સમયમાં શિલ્પ બાંધકામની પ્રવૃતિઓ બંધ થઈ ત્યારે આ જ્ઞાતિઓનાં લોકો સોરઠ, ગુજરાત, કચ્છ, મારવાડ, મેવાડ, માળવા વગેરે સ્થળોએ જઇ વસ્યાનું પ્રમાણ છે. આજે પણ શિલ્પશાસ્ત્રનું સાચું અને શસ્ત્રીય જ્ઞાન સોમપુરા પસે જ છે.
આ રીતે પ્રભાસ પાટણથી સ્થળાંતર થયેલ સોમપુરા ઐતિહાસિક માન્યતા પ્રમાણે પ્રથમથી જ કચ્છ દેશ ગયાનું સમર્થન મળતું નથી. પરંતુ ગુજરત મધ્યે લાલપુર નામનાં ગામમાંથી મુસ્લિમ બદશાહ સાથે ઘેરા યુધ્ધ થવાથી કેટલાંક સોમપુરા બ્રાહ્મણોએ કચ્છમાં સ્થળાંતર કર્યાનું પ્રમાણ મળે છે. જેમાં વશિષ્ટ ગોત્રવાળા ભુજવાસી લાલપુરા ભાયતોનાં કુળદેવી ચક્રેશ્વરીમાતાનું સ્થાનક એ મુળભૂત પ્રમાણ છે. આ ઉપરાંત ગૌતમ ગોત્ર, શાંડિલ્ય ગોત્ર, વાળાનાં ભાયાતો ભુજમાં, પારાસર ગોત્રના ભાયાતો સાભરાઇ મધ્યે અને વચ્છસ ગોત્રનાં ભાયાતો તેરા મુકામે સ્થાયી થયેલા છે.
આપણાં વડવાઓનો ઇતિહાસ તપાસતાં એવું ફલિત થયું છે કે મહારાજાઓ અને અંગ્રેજોનો શાસન કાળ દરમ્યાન શિલ્પ સ્થાપત્યની ભવ્ય ઇમારતોનાં ભાંધકામ અર્થે વડોદરા, પાલીતાણા, ધ્રાંગધ્રા, વઢવાણ, હળવદ વગેરે સ્થળોએ સ્થાયી થયેલ છે, અને ત્યારબાદ ઉત્તેજનના અભાવે અને ઉત્તમ શિલ્પશાસ્ત્રની પ્રવૃત્તિઓ બંધ પડવાથી હાલનાં સમયમાં સોમપુરા જ્ઞાતિજનો નોકરી અર્થે કે બીજા અન્ય ધંધા ઉધ્યોગ અર્થે મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત, પાલીતાણા, ઉદેપુર, દિલ્હી, કચ્છ તથા વિદેશમાં પણ વસ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો